Eco-Friendly Ganesha |
ગણેશ મહોત્સવ એટલે ગણપતિ બાપ્પાની આરાધના અને ભક્તિ કરવાનો ઉત્સવ. બપ્પાને પોતાના ઘરે બિરાજમાન કરી પૂજા અર્ચના કરી અને ભારે મને આપણે એમને વિદાય આપતા હોઈએ છીએ. પરંતુ આપણી આસ્થા ક્યારેક પર્યાવરણ માટે નુકસાનકર્તા બની જાય છે.
આપણે જાંણીએ છીએ કે, પલાસ્ટર ઓફ પેરિસ (POP) એ પાણીમાં ઓગળતું નથી. તેમ છતાં આપણે POP ની નાની-મોટી મૂર્તિઓ પાણીના કુદરતી અને અકુદરતી સ્ત્રોતોમાં વિસર્જિત કરીએ છીએ. વળી આ મૂર્તિઓ ઉપર લગાડેલો કલર, શૃંગાર વગેરે પણ પાણીમાં ભળે છે અને જેને કારણે પાણી પ્રદુષિત થાય છે. આ પાણીનો ઉપયોગ ઘણા પ્રકારની જૈવ સૃષ્ટિ કરે છે, જે તેમના માટે ખુબ જ નુકસાનકર્તા છે. ઉપરાંત આ વિસર્જિત કરેલી મૂર્તિઓની પણ અવદશા થાય છે અને આપણી આસ્થા દુભાય છે.
આપણી આસ્થા મોટી હોવી જોઈએ, નહીં કે મૂર્તિ. માટે આવો, મોટી નહીં માટીની મૂર્તિનું સ્થાપન કરીએ અને ઘરે જ એનું વિસર્જન કરીએ. ઘણી સંસ્થાઓ અને NGO આ પ્રકારની મૂર્તિઓ બનાવીને વહેંચતી હોય છે. બજારમા પણ માટીની મૂર્તિઓ સહેલાઇ થી મળી રહે છે.
વસુંધરા નેચર ક્લબ, જૂનાગઢ એ પ્રકૃતિ શિક્ષણ અને પ્રકૃતિ વિશે જાગૃતિ ફેલાવવા વર્ષ 2013 થી કાર્યરત છે. જૂનાગઢ અને આસપાસમાં રહેતા લોકો માટે વસુંધરા નેચર ક્લબના સભ્યો દ્વારા છેલ્લા ચાર વર્ષથી 100% માટીમાંથી બનાવેલી 1 ફુટ ની મૂર્તિઓ બનાવવામાં આવે છે. આપ પણ આપણી માટીની મૂર્તિ વસુંધરા નેચર ક્લબ પાસે બુક કરાવી શકો છો. વધુ માહિતી માટે આપ સંસ્થાના હેલ્પલાઇન નંબર 9909390070 પર સંપર્ક કરી શકો છો.