Clay Ganesha by VNC-Junagadh |
જૂનાગઢમાં માટીના ગણેશ નજીવા દરે મળી રહે એ હેતુ થી વસુંધરા નેચર ક્લબ દર વર્ષે પ્રોજેક્ટ માટીના ગણેશ નું આયોજન કરે છે. નજીવા દરે લોકો સુધી માટીની મૂર્તિઓ પહોંચે અને પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ વપરાવાની ઓછી થાય એ હેતુ થી આ વિતરણ કેન્દ્ર છેલ્લા 6 વર્ષથી કાર્યરત છે.
આ વર્ષે પણ VNC - Junagadh દ્વારા માટીનાં ગણેશ વિતરણનું આયોજન કરવામાં આવેલ છે. આપના માટીનાં ગણેશ બુક કરાવવા માટે આજે જ સંસ્થાનો સંપર્ક કરો.
વિવિધ પ્રકારના ઉપલબ્ધ માટીનાં ગણેશ નીચે દર્શાવ્યા મુજબ હાજરમાં છે.
આપણી આસ્થા મોટી હોવી જોઈએ, નહીં કે મૂર્તિ. માટે આવો, મોટી નહીં માટીની મૂર્તિનું સ્થાપન કરીએ અને ઘરે જ એનું વિસર્જન કરીએ.
આપના માટીનાં ગણેશ મેળવવા માટે સંપર્ક કરો:
સ્થળ:- C/o બ્રહ્માણી લેમિનેટ,
સેન્ટ્રલ પ્લાઝા, દુકાન નંબર 11,
સિદ્ધિ વિનાયક 2 ના ગેટની સામે,
ખલીલપૂર રોડ,
જૂનાગઢ
સમય:- સાંજે 6 થી 9
M. 99093 90070