Tuesday 29 November 2022

Plastic Cleaning Drive 2

Plastic Cleaning Drive 2


પરિક્રમા દરમિયાન થયેલ પ્લાસ્ટિકના કચરાથી થતું નુકશાન અટકાવવા રવિવારના રોજ વસુંધરા નેચર ક્લબ દ્વારા પરિક્રમા રૂટ પર પ્લાસ્ટિક સફાઈ અભિયાન કરવામાં આવ્યું હતું જેમાં 25 જેટલાં સ્વયંસેવકો જોડાયા હતા પ્લાસ્ટિક નો કચરો એકત્ર કર્યો હતો.40 બોરા થઈને અંદાજે 350 કિલો પ્લાસ્ટિક એકત્ર કરવામાં આવ્યું હતું.


એકત્ર કરેલા પ્લાસ્ટિકમાંથી 250 કિલો પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેમાં આપવામાં આવ્યું હતું. આ એક એવો કાફે છે જેમાં પ્લાસ્ટિકના બદલામાં તમને શરબત,પૌવા કે ઢોકળા ઓફર કરવામાં આવેછે ,બિન જરૂરી પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટે અને પ્લાસ્ટિકનો રિયુઝ થાય તેમજ પ્લાસ્ટિક પ્રદુષણ વિશે લોકો જાગૃત થાય એ હેતુથી જૂનાગઢ કલેક્ટર શ્રી એ જૂનાગઢમાં દેશના સૌ પ્રથમ આ પ્રકારના કાફેની શરૂઆત કરી છે.જેનું ઉદ્ઘાટન રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત એ કર્યું હતું.




Tuesday 22 November 2022

Plastic Cleaning Drive 1

 

પ્રાણી, પરિક્રમા અને પ્લાસ્ટીક


વર્ષમાં એક વાર થતી પરિક્રમા જંગલમાં ઘણા વર્ષોનું નુકશાન કરીને જાય છે અને આ નુકશાન કોનું??? આપણા સૌનું. 12-14 લાખ જેટલાં પરિક્રમાર્થીઓ દ્વારા જાણતા અજાણતા માત્ર 5 જેટલાં દિવસોમાઁ ટન મોઢે પ્લાસ્ટિક નો કચરો કરવામાં આવે છે જેને ઘણી બધી સ્વયંસેવી સંસ્થાઓ દ્વારા પરિક્રમા પેલા અને પરિક્રમા બાદ એકત્ર કરવામાં આવે છે. ગિરનારમાં માઁ અંબાજીના બેસણા છે સાથે જ એમના(સિંહ વાહિની )વાહન સિંહનું નિવાસસ્થાન પણ તો ગિરનાર જ છે.. આમ ધર્મ અને કુદરત એક બીજા સાથે સુમેળ ભર્યા સંબંધ ધરાવે છે પણ સ્વયંશિસ્ત ના અભાવને લીધે વિના કારણ આટલુ પ્લાસ્ટિક જંગલમાઁ જાય છે.જેટલું પ્લાસ્ટિક ઘરેથી લઈને આવીએ એજ બધું પ્લાસ્ટિક આપડે ફરી પાછું ઘરે કેમ લઇ જઈ નથી શકતા...?

આવા પ્લાસ્ટિકથી થતું નુકશાન અટકાવવા રવિવારના રોજ વસુંધરા નેચર ક્લબ દ્વારા પરિક્રમા રૂટ પર પ્લાસ્ટિક સફાઈ અભિયાન કરવામાં આવ્યું હતું જેમાં 50 જેટલાં સ્વયંસેવકો જોડાયા હતા અને પ્લાસ્ટિક નો કચરો એકત્ર કર્યો હતો.108 બોરા થઈને અંદાજે 800 કિલો પ્લાસ્ટિક જેટલું એકત્ર કરીને નિકાલ કરવામાં આવ્યો હતો.

Plastic Cleaning Drive - 2

ગિરનાર પરિક્રમા દરમિયાન ભાવિકો દ્વારા જાણ્યે અજાણ્યે થયેલા પ્લાસ્ટિકના કચરાને એકત્ર કરવાનું બીજું આયોજન વસુંધરા નેચર ક્લબ દ્વારા 27/11/2022 રવિવારના રોજ કરવામાં આવ્યું છે. જો આપ આ અભિયાનનો ભાગ બનવા ઇચ્છૂક હોવ, તો વ્યવસ્થા જળવાઈ તે હેતુસર આપનું નામ સંસ્થાની હેલ્પલાઇન 9909390070 પર whatsapp દ્વારા મોકલવા વિનંતી.