Thursday, 24 August 2023

Clay Ganesha by VNC Junagadh (VNC Junagadh દ્વારા માટીનાં ગણપતિ)

 

Clay Ganesha by VNC-Junagadh

જૂનાગઢમાં માટીના ગણેશ નજીવા દરે મળી રહે  હેતુ થી  વસુંધરા નેચર ક્લબ દર વર્ષે પ્રોજેક્ટ માટીના ગણેશ નું આયોજન કરે છે. નજીવા દરે લોકો સુધી માટીની મૂર્તિઓ પહોંચે અને પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ વપરાવાની ઓછી  થાય  હેતુ થી  વિતરણ કેન્દ્ર છેલ્લા 6 વર્ષથી કાર્યરત છે


વર્ષે પણ VNC - Junagadh દ્વારા માટીનાં ગણેશ વિતરણનું આયોજન કરવામાં આવેલ છે. આપના માટીનાં ગણેશ બુક કરાવવા માટે આજે સંસ્થાનો સંપર્ક કરો

વિવિધ પ્રકારના ઉપલબ્ધ માટીનાં ગણેશ નીચે દર્શાવ્યા મુજબ હાજરમાં છે.












આપણી આસ્થા મોટી હોવી જોઈએહીં કે મૂર્તિમાટે આવોમોટી નહીં માટીની મૂર્તિનું સ્થાપન કરીએ અને ઘરે  એનું વિસર્જન કરીએ.


આપના માટીનાં ગણેશ મેળવવા માટે સંપર્ક કરો:

સ્થળ:- C/o બ્રહ્માણી લેમિનેટ,

સેન્ટ્રલ પ્લાઝા, દુકાન નંબર 11, 

સિદ્ધિ વિનાયક 2 ના ગેટની સામે,

ખલીલપૂર રોડ

જૂનાગઢ

સમય:- સાંજે 6 થી 9

M. 99093 90070

 


Saturday, 15 April 2023

Appriciation form Hon. CCF (Wildlife), Junagadh

 

A complementary memento from CCF (Wildlife)

Vasundhara Nature Club, Junagadh is a non-government organisation working in the fields of Nature Education and Nature Awareness since last one decade. To appreciate the activities of #VNCJunagadh, a complementary memento was presented by Hon. CCF, Shree Ramesh kumar to Team VNC for contributions in nature conservation and Awarness activities.

વસુંધરા નેચર ક્લબ, જૂનાગઢ એ નેચર એજ્યુકેશન અને નેચર અવેરનેસના ક્ષેત્રોમાં છેલ્લા એક દાયકાથી કામ કરતી બિન-સરકારી સંસ્થા છે. VNCJunagadh ની પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરવા માટે, માનનીય CCF શ્રી રમેશ કુમાર દ્વારા ટીમ VNC ને સ્મૃતિ ચિહ્ન અર્પણ કરવામાં આવ્યું.

#proudmoment




Tuesday, 29 November 2022

Plastic Cleaning Drive 2

Plastic Cleaning Drive 2


પરિક્રમા દરમિયાન થયેલ પ્લાસ્ટિકના કચરાથી થતું નુકશાન અટકાવવા રવિવારના રોજ વસુંધરા નેચર ક્લબ દ્વારા પરિક્રમા રૂટ પર પ્લાસ્ટિક સફાઈ અભિયાન કરવામાં આવ્યું હતું જેમાં 25 જેટલાં સ્વયંસેવકો જોડાયા હતા પ્લાસ્ટિક નો કચરો એકત્ર કર્યો હતો.40 બોરા થઈને અંદાજે 350 કિલો પ્લાસ્ટિક એકત્ર કરવામાં આવ્યું હતું.


એકત્ર કરેલા પ્લાસ્ટિકમાંથી 250 કિલો પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેમાં આપવામાં આવ્યું હતું. આ એક એવો કાફે છે જેમાં પ્લાસ્ટિકના બદલામાં તમને શરબત,પૌવા કે ઢોકળા ઓફર કરવામાં આવેછે ,બિન જરૂરી પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટે અને પ્લાસ્ટિકનો રિયુઝ થાય તેમજ પ્લાસ્ટિક પ્રદુષણ વિશે લોકો જાગૃત થાય એ હેતુથી જૂનાગઢ કલેક્ટર શ્રી એ જૂનાગઢમાં દેશના સૌ પ્રથમ આ પ્રકારના કાફેની શરૂઆત કરી છે.જેનું ઉદ્ઘાટન રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત એ કર્યું હતું.




Tuesday, 22 November 2022

Plastic Cleaning Drive 1

 

પ્રાણી, પરિક્રમા અને પ્લાસ્ટીક


વર્ષમાં એક વાર થતી પરિક્રમા જંગલમાં ઘણા વર્ષોનું નુકશાન કરીને જાય છે અને આ નુકશાન કોનું??? આપણા સૌનું. 12-14 લાખ જેટલાં પરિક્રમાર્થીઓ દ્વારા જાણતા અજાણતા માત્ર 5 જેટલાં દિવસોમાઁ ટન મોઢે પ્લાસ્ટિક નો કચરો કરવામાં આવે છે જેને ઘણી બધી સ્વયંસેવી સંસ્થાઓ દ્વારા પરિક્રમા પેલા અને પરિક્રમા બાદ એકત્ર કરવામાં આવે છે. ગિરનારમાં માઁ અંબાજીના બેસણા છે સાથે જ એમના(સિંહ વાહિની )વાહન સિંહનું નિવાસસ્થાન પણ તો ગિરનાર જ છે.. આમ ધર્મ અને કુદરત એક બીજા સાથે સુમેળ ભર્યા સંબંધ ધરાવે છે પણ સ્વયંશિસ્ત ના અભાવને લીધે વિના કારણ આટલુ પ્લાસ્ટિક જંગલમાઁ જાય છે.જેટલું પ્લાસ્ટિક ઘરેથી લઈને આવીએ એજ બધું પ્લાસ્ટિક આપડે ફરી પાછું ઘરે કેમ લઇ જઈ નથી શકતા...?

આવા પ્લાસ્ટિકથી થતું નુકશાન અટકાવવા રવિવારના રોજ વસુંધરા નેચર ક્લબ દ્વારા પરિક્રમા રૂટ પર પ્લાસ્ટિક સફાઈ અભિયાન કરવામાં આવ્યું હતું જેમાં 50 જેટલાં સ્વયંસેવકો જોડાયા હતા અને પ્લાસ્ટિક નો કચરો એકત્ર કર્યો હતો.108 બોરા થઈને અંદાજે 800 કિલો પ્લાસ્ટિક જેટલું એકત્ર કરીને નિકાલ કરવામાં આવ્યો હતો.

Plastic Cleaning Drive - 2

ગિરનાર પરિક્રમા દરમિયાન ભાવિકો દ્વારા જાણ્યે અજાણ્યે થયેલા પ્લાસ્ટિકના કચરાને એકત્ર કરવાનું બીજું આયોજન વસુંધરા નેચર ક્લબ દ્વારા 27/11/2022 રવિવારના રોજ કરવામાં આવ્યું છે. જો આપ આ અભિયાનનો ભાગ બનવા ઇચ્છૂક હોવ, તો વ્યવસ્થા જળવાઈ તે હેતુસર આપનું નામ સંસ્થાની હેલ્પલાઇન 9909390070 પર whatsapp દ્વારા મોકલવા વિનંતી.



Monday, 30 August 2021

મોટી નહીં માટીની મૂર્તિ લાવો…

 

Eco-Friendly Ganesha

ગણેશ મહોત્સવ એટલે ગણપતિ બાપ્પાની આરાધના અને ભક્તિ કરવાનો ઉત્સવ. બપ્પાને પોતાના ઘરે બિરાજમાન કરી પૂજા અર્ચના કરી અને ભારે મને આપણે એમને વિદાય આપતા હોઈએ છીએ. પરંતુ આપણી આસ્થા ક્યારેક પર્યાવરણ માટે નુકસાનકર્તા બની જાય છે.


આપણે જાંણીએ છીએ કે, પલાસ્ટર ઓફ પેરિસ (POP) એ પાણીમાં ઓગળતું નથી. તેમ છતાં આપણે POP ની નાની-મોટી મૂર્તિઓ પાણીના કુદરતી અને અકુદરતી સ્ત્રોતોમાં વિસર્જિત કરીએ છીએ. વળી આ મૂર્તિઓ ઉપર લગાડેલો કલર, શૃંગાર વગેરે પણ પાણીમાં ભળે છે અને જેને કારણે પાણી પ્રદુષિત થાય છે. આ પાણીનો ઉપયોગ ઘણા પ્રકારની જૈવ સૃષ્ટિ કરે છે, જે તેમના માટે ખુબ જ નુકસાનકર્તા છે. ઉપરાંત આ વિસર્જિત કરેલી મૂર્તિઓની પણ અવદશા થાય છે અને આપણી આસ્થા દુભાય છે.


આપણી આસ્થા મોટી હોવી જોઈએ, નહીં કે મૂર્તિ. માટે આવો, મોટી નહીં માટીની મૂર્તિનું સ્થાપન કરીએ અને ઘરે જ એનું વિસર્જન કરીએ. ઘણી સંસ્થાઓ અને NGO આ પ્રકારની મૂર્તિઓ બનાવીને વહેંચતી હોય છે. બજારમા પણ માટીની મૂર્તિઓ સહેલાઇ થી મળી રહે છે.


વસુંધરા નેચર ક્લબ, જૂનાગઢ એ પ્રકૃતિ શિક્ષણ અને પ્રકૃતિ વિશે જાગૃતિ ફેલાવવા વર્ષ 2013 થી કાર્યરત છે. જૂનાગઢ અને આસપાસમાં રહેતા લોકો માટે વસુંધરા નેચર ક્લબના સભ્યો દ્વારા છેલ્લા ચાર વર્ષથી 100% માટીમાંથી બનાવેલી 1 ફુટ ની મૂર્તિઓ બનાવવામાં આવે છે. આપ પણ આપણી માટીની મૂર્તિ વસુંધરા નેચર ક્લબ પાસે બુક કરાવી શકો છો. વધુ માહિતી માટે આપ સંસ્થાના હેલ્પલાઇન નંબર 9909390070 પર સંપર્ક કરી શકો છો.

Friday, 26 July 2019

Check Dam Repairing near Girnar



On the occasion of the World Environment Day, the volunteers of Vasundhara Nature Club, Junagadh (VNC-JND) decided to serve for the Mother Nature. It was decided repair a check-dam located in the foot hills of Girnar Mountain at the edge of the Girnar Wildlife Sanctuary. This check-dam was leaked and plenty of water was being wasted. This check-dam helps the wild animals of Girnar WLS to survive even during the summer season.

More than 20 volunteers of VNC-JND worked for couple of days and repaired the check-dam properly using RCC and other materials. As an estimate, about 40 lakh litters of rain water will be conserved after this repairing. In this work donation, volunteers of VNC-JND including teachers, doctors and other professionals worked very nicely and served for the Mother Nature.  


Here are some glimpses!!!


Rescue of Crocodile


Few days back, we received a rescue call. The caller said that crocodile was sitting near his house. We immediately inform the forest officials and moved toward the location. It was a 6 feet long crocodile nearby the caller's home. With the help of forest department, we rescued that crocodile safely, and released it in the nearest water body.